Puran Poli પૂરણપોળી બનાવવાની રીત [૩ થી ૪ વ્યક્તિ] Puran Poli Recipe in Gujarati
Puran Poli Recipe In Gujarati શું તમે ઘરે જ પરંપરાગત Puran Poli પૂરણપોળી બનાવવા માંગો છો? આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી તહેવારો અને શુભ પ્રસંગોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ રેસીપીમાં આપણે ૩ થી ૪ વ્યક્તિ માટે Puran Poli પૂરણપોળી બનાવવાની સરળ રીત શીખીશું.
Ingredients જરૂરી સામગ્રી: Puran Poli Recipe In Gujarati
પૂરણપોળી બનાવવા માટે નીચે મુજબની સામગ્રી તૈયાર રાખો:
- તુવેરની દાળ: ૧ કપ
- ખાંડ અથવા ગોળ: ૧ કપ
- ઘઉંનો લોટ: ૧ કપ
- ઘી: પ્રમાણસર
- મસાલા: ૧/૨ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો, ૨ ટી સ્પૂન ખસખસ, અને ૧/૨ ટી સ્પૂન જાયફળનો ભૂકો
પૂરણપોળી બનાવવાની રીત Puran Poli Recipe In Gujarati
સ્વાદિષ્ટ Puran Poli પૂરણપોળી બનાવવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
૧. દાળ બાફવી
કૂકરમાં, તુવેરની દાળમાં થોડુંક પાણી નાખી બાફવા મૂકવી. ચડી જાય એટલે પાણી નિતારી લેવું.
૨. પૂરણ તૈયાર કરવું
- પછી તુવેરની દાળ ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગૅસ ઉપર મૂકીને હલાવવું.
- જો પૂરણ બહુ ઢીલું લાગે, તો ૨ ટી સ્પૂન ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમાં ભભરાવવો અને હલાવ્યા કરવું, જેથી ઘટ્ટ થઈ જાય.
- જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે, તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
૩. મસાલા ઉમેરવા Puran Poli Recipe In Gujarati
તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખસ નાખવી. થાળીમાં ઘી ચોપડી તેમાં પૂરણ કાઢવું અને ઠંડું થવા દેવું.
૪. લોટ બાંધવો અને વણવી
- રોટલીના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધવો.
- ઘઉંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણવી.
- તેમાં પૂરણ મૂકી, તેને વાળીને ફરીથી વણવી અને ધીમા તાપે લોઢી ઉપર શેકવી.
૫. પીરસવાની રીત
શેકાઈ જાય એટલે ઘી ચોપડીને પીરસવી.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પૂરણ બરાબર તૈયાર થયું છે કે નહીં તે કેવી રીતે જાણવું? Puran Poli પૂરણપોળી
જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે, તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
પૂરણપોળી માટે લોટ કેવો બાંધવો?
રોટલીના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધવો.

Explore more with Us:-
- How to Create Delicious Homemade Recipes
- Step-by-Step Guide to Perfecting Your Recipes
- Mastering Recipes: A Comprehensive How-To
- How to Cook Healthy Recipes for Every Meal
- Easy How-To Recipes for Busy Weeknights
- What Are the Best Recipes for Beginners?
- How Can I Make Recipes Healthier?
- What Are Some Quick Recipes for Dinner?
- Which Recipes Are Perfect for Meal Prep?
- How Do I Choose Recipes for Special Occasions?
- Discover the Joy of Cooking with These Recipes
- Unleash Your Inner Chef with Creative Recipes
- Flavorful Recipes to Elevate Your Cooking Skills
- Transform Your Meals with Unique Recipes
- Explore Global Flavors with These Exciting Recipes
- How to Make Easy Recipes in Under 30 Minutes
- Step-by-Step Guide to Quick and Easy Recipes
- Easy Recipes: A Beginner’s Cooking Guide
- How to Create Delicious Meals with Easy Recipes
- Mastering Easy Recipes: Tips for Busy Cooks
- Laddu Recipe in Gujarati
1 thought on “Puran Poli Recipe In Gujarati”
Comments are closed.